મોરબીમાં પાણી પ્રશ્ને મહિલાઓ બેહાલ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે લાયન્સ નગરમાં પ્રાથમિક સુવિધાના નામે છીંડા જોવા મી રહ્યા છે.તેથી આ વિસ્તારની મહિલાઓ પાણી માટે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ખાલી ખોટું આશ્વાસન આપવમાં આવી રહ્યું હતું.આ કાળઝાળ ગરમીમાં આ વિસ્તારના લોકોને ૨૦ થી ૨૫ દિવસથી પાણીનું એક પણ ટીપું આપવામાં આવ્યું નથી તેથી આજ રોજ આ વિસ્તારની ૨૦૦ મહિલાઓના ટોળાએ નગરપાલિકાએ પહોચીને ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક પાણીનો પ્રશ્ન હાલ કરવા વિનંતી કરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat