

મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોની પાર્કમાં પીવાના પાણીના ધાંધિયાથી મહિલાઓ પરેશાન છે. ભરઉનાળે પાણીની તંગીની સ્થિતિ મહિલાઓને અકળાવી રહી છે નિયમિત પાણી વિતરણ થતું ના હોવાથી ગૃહિણીઓ માટે અનેક મુસીબતો ઉભી થતી હોય છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારની મહિલાઓ હવે તંત્રને રજુઆતો કરીને થાકી ગઈ હોવાથી સીધો મોરચો જ માંડે છે. આજે આ વિસ્તારની ૧૦૦ થી વધુ મહિલાઓ પાણીના પ્રશ્ને રોડ પર ઉતરી આવી હતી જેને રવાપર ચોકડી નજીક રોડ પર ચક્કાજામ કર્યો હતો. મહિલાઓના ચક્કાજામને પગલે પોલીસ પણ દોડી આવી હતી અડધોથી પોણા કલાક સુધી રોડ પરના વાહનો રોકી રાખ્યા હતા અને નિયમિત પાણી મળે તેવી માંગ કરી હતી. અંત સમજાવટ બાદ મામલો થાડે પડ્યો હતો