હળવદના પાંડાતીરથ ગામે સામાન્ય બાબતે યુવાનને લમધારી નાખ્યો

 

હળવદના પાંડાતીરથગામે સામાન્ય બાબતે યુવાન સાથે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે

મળતી માહિતી મુજબ હળવદના પાંડાતીરથ ગામે રહેતા રમેશભાઈ લીલુભાઈ ડાભી એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હસમુખભાઈ કુકાભાઈ ડાભી, ગોવિંદભાઈ ભૂદરભાઈ ડાભી અને મહેશભાઈ શંકરભાઈ ડાભી એ ફરિયાદી રમેશભાઈ ડાભી એ ઘરે જવાનું કહેતા આરોપી હસમુખભાઈ એ ગાળો બોલી ધોકા વડે માર મારી આરોપી ગોવિંદભાઈ એ હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે માર મારી આરોપીઓએ ધોકા વડે ફરિયાદી રમેશભાઈને માર મારી તેમજ સાહેદ બીજરાજબેનને પણ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat