


પનારા પરિવાર વાણંદ જ્ઞાતિના સુરાપુરા દાદાનો દશમો પાટોત્સવ યજ્ઞનું આયોજન તા. ૦૩-૧૧ ને કારતક સુદ ચૌદશ ના દિવસે શુક્રવારે મુ. ગામ પનાર તા. દેત્રોજા જી. અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે. તેમજ તા. ૦૨-૧૧ ના રોજ ગુરુવારે રાત્રે ૯ કલાકે રામદેવ પીરનો પાટ તેમજ ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે. પનારા પરિવારના સુરાપુરા દાદાના સાનિધ્યમાં એકત્રિત થઈને દાદાના વધામણા કરવા તેમજ દાદાની સેવા અર્ચના કરવા સમસ્ત પનારા પરિવારે હોમાત્મક યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવ્યું છે. જે યજ્ઞમાં શ્રીફળ હોમવાનો સમય બપોરના ૦૧ : ૧૫ કલાકે રાખેલ છે અને મહાપ્રસાદ બપોરે ૦૧ : ૩૦ કલાકે રાખવામાં આવેલ છે તેમ મોરબી વાણંદ સમાજના અગ્રણી રમણીકભાઈ પનારાની યાદીમાં જણાવ્યું છે.