



મોરબી નગરપાલીકા સંચાલિત ઓડીટોરિયમનું રૂ.૧.૫૦ કરોડની રાજય સરકારની ગ્રાંન્ટમાથી આધુનિક સુવિધાઓ અને એ.સી. ની સુવિધા સાથે રીનોવેશન નું કામ પૂર્ણ થતા મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરાવ્યું હતું. મોરબી વિસ્તારના લોકોને આનાથી સુવિધામાં વધારો થયો છે.
આ પ્રસંગે રાજયમંત્રી કવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સર્વાગી વિકાસની ચિંતા કરી નક્કી કર્યું કે ગુજરાતમાં કૃષી અને શિક્ષણનો વિકાસ કરીને જ રાજયનો સર્વાગી વિકાસ કરી શકાશે જે બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેમણે નર્મદા બંધનું કામ ઝડપી પુર્ણ થાય તે માટે બઝેટમાં આ માટેની વધુને વધુ નાણકિય જોગવાઈ કરી તથા શિક્ષણમાં વધુને વધુ બઝેટ ફાળવી રાજયમાં શિક્ષણના વિકાસને વેગ આપ્યો આજે સમગ્ર રાજયમાં નર્મદાનું પાણી પહોચતુ કરાયું છે. જેના પરિણામે સુરેન્દ્રનગર અને મોરબી વિસ્તારે પણ વિકાસમાં હરણફાળ ભરી છે. આજે મોરબીએ આખા દેશમાં ઉદ્યોગક્ષેત્રે વિકાસમાં નંબર વન પ્રગતિ કરી છે. તેમ જણાવી મંત્રીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડુતોની વેદના સાંભળી તેના પ્રશ્નો પણ હલ કરવાના પ્રયાસ કર્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાએ જણાવ્યું હતું કે સરકાર પ્રજાની સુવિધાના કામો ઝડપી પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે મોરબી શહેરમાં ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાવી મોરબી શહેરને સ્વચ્છ શહેર બનાવવા પણ અમારા પ્રયાશો છે.તેમ તેમણે જણાવ્યું હતું.
અડીખમ ગુજરાતના ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત યુવા ટાઉનહોલનાં કાર્યક્રમમાં યુવાનો અને પ્રબુધ્ધ નાગરિકોએ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમીતભાઇ શાહ સાથે સીધો સવાદ કરી યુવા વિકાસ, મોઘવારી, અને રાજ્યનાં વિકાસ અંગે પ્રશ્નોતરી કરી તેના નિરાકરણ માટેના પગલાઓ અંગે જાણકારી મેળવી હતી જેનુ મોરબી નગરપાલીકાના ઓડીટોરિયમમાં સીધુ પ્રસારણ કરાયું હતું. નગરપાલીકા ઉપપ્રમુખ ભરતભાઈ ઝારીયા, અગ્રણીઓ લાખાભાઈ ઝારીયા, જયરાજસિંહ જાડેજા, અનિલભાઈ મહેતા તેમજ શહેરના પ્રબુધ્ધ નાગરિકો અને યુવા અગ્રણીઓ, સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

