પીપળીયાની સત્ય સાઈ સ્કુલનો વિધાર્થી એથ્લેટીક્સમાં પ્રથમ




ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી સંચાલિત ખેલ મહાકુંભ એથલેટીક્સ ૨૦૦ મીટર દોડમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં સત્ય્સાઈ સ્કૂલનો વિધાર્થી મુન્ના ધીરુભાઈ ધોરણ ૯ પ્રથમ સ્થાને આવેલ છે.જે જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.હળવદ મુકામે ઉમાંસંકુલ ખાતે જીલ્લા ક્ક્ષાનિ એથ્લેટીકસ ૨૦૦ મીટર દોડમાં જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે.જે આગામી રાજ્ય કક્ષાની ગોધરા ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે.આ તકે સત્યસાઈ સ્કુલ દ્વારા માળિયા તાલુકાનું નામ રોશન કરનાર મુન્નાને અભિનદન પાઠવવામાં આવ્યા છે.

