મોરબી નગરપાલિકા ના ક્યાં વિસ્તારમાં છે પ્રાથમિક સુવિધાનો અભાવ.?

પાણી અને ગંદકી થી લોકો ત્રાહિમામ

મોરબી મા આવેલ  લાયન્સનગર સોસાયટીમાં લોકોને પ્રાથમિક સુવિધા થી પણ વંચિત રહેવું પડે છે. આ વિસ્તારમાં પાણી અડધી રાત્રે ૨ વાગ્યે આવે છે તેમાં પણ અડધા લોકો ને તો પાણી મડતુજ નથી.. વિસ્તારમાં બે શેરીમાં રોડના કામો બાકી છે તેમજ ગંદકીથી સમગ્ર વિસ્તાર ખદબદી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓને પીવાનું પાણી મેળવવા રઝળપાટ કરવી પડે છે તો અડધી રાત્રીના પાણી વિતરણ કરાતું હોવાથી રાત્રીના ઉજાગરા કરીને પણ અનેક લોકોને પાણી મળતું નથી.આ વિસ્તાર અનેક સમસ્યાઓથી પીડાતો હોય છતાં પાલિકા તંત્ર દ્વારા છેવાડાના વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાનું જણાવીને વિસ્તારના પ્રશ્નો જલ્દીથી ઉકેલવા સામાજિક કાર્યકરે લેખતી રજૂઆત પાલિકામાં કરી છે

મોરબી નગરપાલિકા ફાઈલ તસ્વીર
Comments
Loading...
WhatsApp chat