



મોરબી પાલિકાના પ્રમુખ નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુ અને અને કોંગ્રેસના ટેકાથી ઉપપ્રમુખ પદ પર બનેલા ડો.અનિલભાઈ મહેતા એ બંને સામે કોંગ્રેસના ૨૨ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસના ૨૨ સદસ્યોએ જેમાં તેમેણ કારણ જણવ્યું છે કે શાસક પક્ષના પ્રમુખ તથા ઉપપ્રમુખ વહીવટની અણઆવડત, પાલિકાની વિવિધ કમિટીની રચના કરવામાં નિષ્ફળતા તેમજ પાલિકાનું બોર્ડ અવારનવાર બોલાવીને રદ કરીને પ્રજાકીય પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતા સહિતના કારણો દર્શાવીને અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે.આમ કોંગ્રેસ ૨૨ સદસ્યો અવિશ્વાસ ની દરખાસ્ત મુક્ત મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે

