


વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી રામનારાયણભાઈ દવેએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે મતવાવાસમાં મોરબી નગરપાલિકા હસ્તકના પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટના ડેલામાં ચોક્કસ કોમના લોકો દ્વારા ચોક્કસ હેતુ માટે ઘણા સમયથી બિન અધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અને પાલિકાની જગ્યા પચાવી પડવાની પેરવી થઈ રહી છે. આ મામલે અગાઉ રજૂઆત કર્યા બાદ પાલિકાના અધિકારીઓ દ્વારા તે વખતે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે આપી મિલકત સીલ કરવામાં આવી હતી પરંતુ અધિકારીના આદેશ અને કાર્યવાહીનો સરાજાહેર ઉલ્લંઘન કરીને ફરીથી તે જગ્યામાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી પ્રાંત અધિકારીના આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરી ગેરકાયદે અને બિનઅધિકૃત રીતે ચાલતા બાંધકામને તાકીદે અટકાવવા માટેની માંગ કરવામાં આવી છે.

