

મોરબી સહિત રાજ્યની તમામ પાલિકાના કર્મચારીઓ સાતમાં પગારપંચ સહિતની માંગ સાથે ત્રણ દિવસની હડતાલ પર ઉતરી ગયા છે જેમાં આજે પાલિકાના કર્મચારીઓરે રેલી યોજી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.
મોરબી પાલિકાના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતર્યા છે જેમાં આજે પાલિકા કચેરીથી રેલી યોજી વિજય ટોકીઝ અને નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં પાલિકા કર્મીઓ ફરી વળ્યા હતા જે રેલી દરમિયાન પાલિકા કર્મીઓએ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાય હાયના નારાઓ લગાવ્યા હતા તેમજ સરકારના છાજીયા પણ લીધા હતા. પ્રથમ દિવસે કચેરીએ જ વિરોધ પ્રદર્શન બાદ આજે રેલી યોજીને રોષ ઠાલવવામાં આવ્યો હતો. તે ઉપરાંત પાલિકાના કર્મચારીઓએ સરકાર સામે વિરોધ દર્શાવવા હાથમાં કાળી પટ્ટી ધારણ કરી હતી અને કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવાયો હતો.