પાલિકાની પેટા ચુંટણી : વોર્ડ નં ૦૩ માં ભાજપના ઉમેદવારની જીત

છ પૈકીની ત્રણ બેઠકો પર ભાજપે કર્યો કબજો

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે મત ગણતરી શરુ કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં ૦૧ માં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન બુચનો વિજય થયો છે તો વોર્ડ નં ૦૩ ની એક બેઠક પણ ભાજપના ફાળે ગઈ છે

પ્રથમ બે બેઠકો પર ભાજપે કબજો કરી લીધો છે તો ત્યારબાદ વોર્ડ નં ૦૩ ની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ અને કોંગ્રસ વચ્ચે સીધી જંગમાં ભાજપના પ્રવિણાબેન ત્રિવેદીનો વિજય થયો છે અને અત્યાર સુધી ગણતરી થયેલ ત્રણેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે

Comments
Loading...
WhatsApp chat