પાલિકાની પેટા ચુંટણી : વોર્ડ નં ૦૧ ની બંને બેઠકો પર ભાજપનો કબજો

પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન બુચનો વિજય શહેર કોંગ્રેસ પ્રમુખને હારનો સામનો કરવો પડ્યો

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આજે મત ગણતરી શરુ કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં ૦૧ માં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન બુચનો વિજય થયો છે

ઓછા મતદાનને પગલે મતદારોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે ઉમેદવારો નક્કી કરી શક્યા ના હતા તો કોંગ્રેસની ખાલી પડેલી બેઠકો પૈકીની પ્રથમ બે બેઠકો પર ભાજપે કબજો કરી લીધો છે એટલું જ નહિ પરંતુ વોર્ડ નં ૦૧ માંથી શહેર કોંગ્રેસ પ્રમુખે ઝંપલાવ્યું હતં પરંતુ રાજુભાઈ કાવરને હારનો સામનો કરવો પડ્યો હતો

Comments
Loading...
WhatsApp chat