


મોરબી પાલિકામાં કોંગ્રેસના ૨૨ સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી જેમાં ઉપપ્રમુખ માટે સાધારણ સભા મળે તેની પેહલાજ રાજીનામું આપી દેતા બુધવારે મળનારી સાધારણ સભામાં કઈક નવાજુની થવાની ચર્ચા થઇ રહી છે . કારણકે ભાજપના સદસ્ય એવા અનિલભાઈ મહેતાએ ઉપપ્રમુખ ચુંટણી સમયે પક્ષથી વિરુદ્ધ જઈને કોંગ્રેસના ટેકાથી ઉપપ્રમુખ ચુંટણીમાં વિજેતા બન્યા હતા જોકે અવિશ્વાસની દરખાસ્તને બાદ ભાજપના એક નેતાના કેહવાથી રાજીનામું આપ્યું હતું તેવી પણ વાત સભળાતી હતી. પાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સામે અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સાધારણ સભામાં પણ ભાજપ કે કોંગ્રેસ શું કરશે તે નક્કી ના હોવા છતાં કઈક નવાજુની થશે તેવું પણ હાલ ચર્ચાય રહ્યું છે

