


પાસ કન્વીનર પંકજ ગોપાણીનું એક મહિના આગાઉ રહસ્મય રીતે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.જેની તપાસ માં આજ સુધી કોઈ જ પોલીસ તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી તેમજ જે અધિકારી પાસે તેની તપાસ હતી તે અધિકારીની મોરબી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.તો આજ રોજ હળવદ પાસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.પાસ દ્વારા માગણી કરવામાં આવી છે કે આગમી ૪ દિવસમાં યોગ્ય તપાસ કરી પરિણામ આપવમાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ,ભૂખ હડતાલ,રસ્તા રોકો આંદોલન જેલ ભરો અંદોલન અને ગાંધીનગર સચિવાયલનો ધેરાવ કરવામાં આવશે તેવી પાસ દ્વારા ચીમકી આપવમાં આવી છે.

