એવન્યુ પાર્ક નજીક રાતોરાત પેવર બ્લોક કાઢી નાખ્યા, કોણે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

મોરબી નગરપાલિકા તંત્ર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય તેવા આક્ષેપો અવારનવાર વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે અને ગત સામાન્ય સભામાં પણ વિપક્ષે ભ્રષ્ટાચાર મુદે તડાપીટ બોલાવી હતી ત્યારે તાજેતરમાં વિપક્ષના સદસ્યે એવન્યુ પાર્કના પેવર બ્લોક કાઢી નાખવા મુદે શાસક પક્ષ પર પ્રહારો કર્યા છે.

મોરબી નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય કે.પી.ભાગિયાએ શાસક પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેમાં જણાવ્યું છે કે શહેરના હાર્દસમા રવાપર રોડ પરના એવન્યુ પાર્ક ગેઇટ સામે અંદાજે ત્રણ માસ પૂર્વે પેવર બ્લોકનું કામ થયું હતું જે ગેર વહીવટ પ્રકાશમાં આવતા પેવર બ્લોકની જાળવણી ત્રણ વર્ષ માટે કરવી તેવા કોન્ટ્રાકટ થયા હોવા છતાં ફક્ત ત્રણ માસમાં જ આ પેવર બ્લોકોના કોઈ સંયોગિક પુરાવા ના રહે તે માટે રાતોરાત રેતી, માટી સહીત પેવર બ્લોક ટ્રેક્ટરમાં ભરી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે જેનું પેપર પર કામનું ચુકવણું થયું ? અને માર્ચ ૧૮ માં કામ પુરૂ થયેલું બતાવ્યું ? અને ફરી નવા નાણાકીય વર્ષમાં આ જ જગ્યાએ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે ?

તેવા સવાલો ઉઠાવીને જણાવ્યું છે કે આની ફરિયાદ કરવા માટે નાગરિકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે. આ ગેરવહીવટ મોરબીની પ્રજાને નરી આંખે દેખાય છે તે શાસન કર્તાઓને દેખાતો કે સંભળાતો નથી આ એકત્ર કરેલ વેસ્ટ માલ મટીરીયલ્સ બીજી જગ્યાએ ફાટ થશે અને વેસ્ટમાંથી બેસ્ટ તે આ રીસાયકલિંગ અત્રેનો માલ અન્યત્ર વાપરી એક જ મટીરીયલ પેપર પર ત્રણ જગ્યાએ દર્શાવાશે કે શું ? તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat