Billboard ad 1150*250

મોરબી-વાંકાનેર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો દ્વારા ઓવરલોડ ભરેલી બે ટ્રકો ઝડપાઈ

0 212
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મોરબી પંથકના ટ્રાન્સપોર્ટરોના વાહનોની અંદર અવરલોડ માલની હેરાફેરી નહીં કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ છતાં બહારના રાજયોમાંથી આવતી ગાડીઓમાં ઓવરલોડ માલ ભરીને તેનું પરિવહન કરવામાં આવતું હોય છે જેથી મોરબી તેમજ વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વાંકાનેરની અંદર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર પાસેથી તેમજ ચોટીલા હાઈવે ઉપરથી એમ કુલ મળીને બે ટ્રકો ઓવરલોડ ટાઇલ્સ ભરેલા પકડવામાં આવી હતી અને આ વાહનોમાં બોગસ બીલના આધારે ટાઈલ્સ મોકલાવવામાં આવી રહી હતી જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી

મોરબી આસપાસમાં આવેલા સિરામિકના જુદાજુદા કારખાનામાંથી ટ્રકની અંદર ઓવરલોડ ટાઈલ્સ ભરીને તેનું પરિવહન કરવામાં આવી રહ્યું છે તેવી માહિતી મોરબી તેમજ વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોને મળી હતી જેથી કરીને તેઓ દ્વારા વાંકાનેર થઈને ચોટીલા હાઈવે ઉપર થઈને આગળ તરફ જતી ગાડીઓને રોકવામાં આવી હતી અને તેના ડ્રાઇવરો પાસેથી જરૂરી આધાર પુરાવાઓ લેવામાં આવ્યા હતા ત્યારે બે ટ્રકને ઓવરલોડ માલ ભરેલી હોવાનું માલૂમ પડતા પકડવામાં આવી હતી જે ટ્રકમાં ઓવરલોડ માલ ઉપરાંત બોગસ બીલને આધારે માલનું પરિવહન કરવામાં આવતું હોય જેથી આ અંગે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના હોદ્દેદારો દ્વારા જીએસટી વિભાગ તેમજ જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat