સાર્થક વિદ્યામંદિરનું ઉત્કૃષ્ટ પરિણામ, આજથી શાળામાં ડેમો લેકચરનો પ્રારંભ

 

ધોરણ ૧૦ ના પરિણામો જાહેર થઇ ચુક્યા છે અને મોરબીની વિવિધ ખાનગી શાળાઓએ પણ પરંપરા મુજબ શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે જેમાં મોરબીની પ્રથમ હરોળની ખાનગી શાળા એવી સાર્થક વિદ્યામંદિરનું પણ ઉત્કૃષ્ટ પરિણામ જોવા મળ્યું છે.

સાર્થક વિદ્યામંદિર શાળાના દ્વિતીય વર્ષે બોર્ડની પરિક્ષામાં બેઠેલા કુલ 128 વિદ્યાર્થીઓમાંથી A2 અને B1 ગ્રેડ સાથે સૌથી વધુ એટલે કે કુલ 67 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. નોંધનીય બાબત એ કે શાળાની આગવી શૈક્ષણિક પદ્ધતિને લીધે અત્યંત નબળા કહી શકાય તેવા કુલ 37 વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે પાસ થયા.ધો.10 પછી શું કરવું એનું માર્ગદર્શન સતત 4 દિવસ સુધી (એડમીશન ના કોઈ પણ પ્રકારના આગ્રહ વિના ) વિદ્યાર્થીઓને આપવામાં આવશે. કોમર્સમાં જવું કે સાયન્સમાં,…A Group માં કે B group માં જવું એના નિર્ણય માટે વિદ્યાર્થીઓને 5 દિવસ સુધી ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવશે.

મોરબી જીલ્લાનું ૭૩.૫૯ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે સાર્થક સ્કૂલનું પરિણામ ૮૭.૫૦ ટકા જેટલું ઉત્તમ રહ્યું છે. જેમાં સાર્થક વિદ્યામંદિરના તેજસ્વી તારલાઓની વાત કરીએ તો ગઢવી પ્રિયા કીર્તીદાન ૯૮.૯૨ PR, પાટડીયા પ્રિયંક પીયુશભાઇ ૯૭.૮૯ PR, ચૌહાણ અંશકુમાર નરશીભાઈ ૯૭.૮૩ PR, અઘારા જીજ્ઞાસા નવીનચંદ્ર ૯૭.૮૩ PR, નારણીયા ગોપી હસમુખભાઈ ૯૭.૨૩ PR, રાજપૂત ખુશ્બુકુમારી પુનપુનસિંગ ૯૭.૧૫ PR, ત્રિવેદી ક્રિષ્ના રસિકભાઈ ૯૬.૭૬ PR, બલોચ સોએબ અસલમભાઇ ૯૬.૬૯ PR, પરમાર પ્રતીક્ષા દિનેશભાઈ ૯૫.૭૪ PR, કોઠારી સાક્ષી વિપુલભાઈ ૯૫.૪૫ PR અને વાઘેલા મયુર હરજીવનભાઈ ૯૪.૭૫ PR સાથે ઝળહળતું પરિણામ મેળવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Comments
Loading...
WhatsApp chat