વીરપરના તળાવમાંથી ૭૬,૨૫૦ ક્યુબીક મીટર માટીનો જથ્થો બહાર કઢાયો

ઓરપેટ ગ્રુપ દ્વારા દત્તક લેવાયેલા તળાવને ઊંડા ઉતારવાની કામગીરી

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મુક્યા બાદ સંસ્થાઓએ તળાવને દત્તક લીધા હતા જેમાં ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવને ઓરપેટ ગ્રુપ દ્વારા દત્તક લેવાયું હતું જે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવને અંજતા-ઓરપેટ ટ્રસ્ટ દ્રારા દત્તક લેવામાં આવ્યું છે અને આ તળાવનું કામ બે હીટાચી, ૪ ડમ્પર અને ૫ ટ્રેક્ટર દ્વારા દિવસ રાત કામ ચાલુ છે અને તા. ૧ થી દરરોજ ૨૯૦૦ થી ૩૨૦૦ ક્યુબીક મીટર માટીનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો છે અને તા. ૦૧ થી ૨૫ દરમિયાન ૭૬,૨૫૦ ક્યુબીક માટીનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો છે તેમજ હાલ કામ ચાલુ હોય કુલ ૧ લાખ CB માટીનો જથ્થો બહાર કાઢી સામાન્ય તળાવને વિશાલ તળાવ બનાવાશે.

પ્રવીણભાઈ ભાલોડીયા ઓરપેટ ગ્રુપ દ્વારા ૪૬ લાખનું યોગદાન આપેલ છે અને હજુ પાળના બાંધકામ સહીત ૫ લાખનું યોગદાન આપશે તળાવ ઉંડુ ઉતારવાના કામનું જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ નિરીક્ષણ કર્યુ હતું આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મામલતદાર બી.કે.પંડ્યા, ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા અને બીપીનભાઈ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહયા હતા.

Comments
Loading...
WhatsApp chat