



મોરબી જિલ્લામાંથી ગમ થયેલ પુખ્ત વયની વ્યક્તિઓને શોધવા માટે મોરબી જિલ્લામાં મિસિંગ સેલ કાર્યરત કરવામાં આવી હોય જે મિસિંગ સેલની ટીમે ગમ થયેલ કુલ 10 વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે
મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી મોરબી જિલ્લામાં વર્ષ 2007 થી 2018 દરમિયાન ગમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા માટે મિસિંગ સેલની રચના કરવામાં આવી જે મિસિંગ સેલના મહિલા પીએસઆઈ ડી.બી. ગોસ્વામી અને તેની ટીમના એએસઆઈ એચ.એન જાડેજા, એમ પી પટેલ, આર જી ડોડીયા, બ્રિજેશભાઈ પટેલ, માધુરીબેન દલસાણીયા સહિતની ટીમે જિલ્લાના અત્યાર સુધીના ગમ થયેલ તમામ પુખ્ત વયની વ્યક્તિઓના ફોટોગ્રાફ અને ડિટેઇલ મેળવી ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો અને મોરબી તેમજ અન્ય જિલ્લાના તમામ બિનવારસી મૃતદેહોનો ડેટાબેઝ તૈયાર કરી ડેટાબેઝની ચકાસણી અને ગમ થયેલ વ્યક્તિઓના પરિવારને મળી હુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ મદદથી જિલ્લામાં ગમ થયેલ 2 પુરુષ અને આઠ સ્ત્રી એમ કુલ 10 ગમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે જેનો કુટુંબ સાથે મેળાપ કરાવી વાલીઓને સોંપી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે



