મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે ઓસમાણ મીર ખેલૈયાઓને ડોલાવશે

મોરબીમાં નવરાત્રીના નવ દિવસ સુધી ખેલૈયાઓને ગરબે ઘુમવા માટેના સુંદર આયોજન એવા પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે સંગીત સમ્રાટ ઓસમાણ મીર પધારશે અને ખેલૈયાઓને ગરબે ઘુમાડશે

સંગીત સમ્રાટ ઓસમાણ મીર જેની ગાયકી અને અવાજ પર સૌ કોઈ ફિદા છે અને ઓસમાણ મીર જયારે સ્ટેજ પરથી ગઈ રહ્યા હોય ત્યારે ખેલૈયાઓ મોરલાની જેમ નાચવા લાગે છે તેવા સંગીત સમ્રાટ ઓસમાણ મીર આજે મોરબીવાસીઓને ડોલાવવા પધારી રહ્યા છે મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આજે રાત્રીના ઓસમાણ મીર સંગીતના સુરો રેલાવશે

ગૌશાળાના લાભાર્થે તેમજ યુવાનોને અભ્યાસમાં મદદરૂપ થવાના શુભ સંકલ્પ સાથે અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ દિવસ સુધી મોરબીના ખેલૈયાઓએ મોજ કરી છે તો આજે ઓસમાણ મીર મોરબીવાસીઓને ગરબે ઘુમાવવા પધારી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat