સાર્થક વિદ્યામંદિરમાં ઓરી-રૂબેલાનું સફળતાપૂર્વક રસીકરણ થયું

રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં ઓરી-રૂબેલા રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં રસીકરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું શાળાના બાળકો અને સ્ટાફ પરિવારે ઉત્સાહ દાખવીને અભિયાનને સફળ બનાવ્યું છે.

સરકાર દ્વારા આયોજિત ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન સાર્થક વિદ્યામંદિરમાં તારીખ 31/7/2018 મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું. સાર્થકમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના વાલીગણ સાથે જંગી સંખ્યામાં રસી મુકાવવા માટે જોડાયા અને આ અભિયાનને સફળ બનાવ્યું હતું. ઉપરાંત રસીકરણ બાદ વિદ્યાર્થીઓના ઓબ્ઝર્વેશન રૂમ વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ શાળાએ કર્યો, જેથી રસીકરણ સાથોસાથ ઉજાણીનો પણ માહોલ સર્જાયો. હતો સરકારના રસીકરણ આંદોલનને ઉત્સાહપૂર્વક સફળ બનાવવા બદલ શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ એ સમગ્ર આચાર્ય દીદી-ગુરુજીઓ તેમજ વાલીગણને અભિનંદન પાઠવ્યા હતાં

Comments
Loading...
WhatsApp chat