Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઓરી-રૂબેલા રસીની આડઅસર થતી નથી, મોરબીના તબીબોએ પોતાના સંતાનોને રસી મુકાવી

 

 

પ્રવર્તમાન સમય મા સરકાર શ્રી તરફ થી ઓરી રૂબેલા નાબુદી અભિયાન ચલાવવા મા આવી રહ્યુ છે અમુક જગ્યા એ રસી દ્વારા બાળકો ને નુકસાન થતુ હોય તેમજ રીએક્શન આવતુ હોય તેવા કીસ્સાઓ પ્રકાશ મા આવ્યા છે ત્યારે રસી અંગે જાત જાત ની અફવાઓ ની બજાર ગરમ બની છે. વાલીઓ મા રસી અંગે અનેક અટકળો તેમજ મુંજવણો વ્યાપી રહી છે ત્યારે મોરબી ના તબીબ બંધુઓ એ પોતાના સંતાનો ને એમ.આર. ની રસી લજાઈ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા મુકાવી પ્રવર્તતી અફવાઓ નુ ખંડન કર્યુ હતુ.

મોરબી ના જાણીતા બાળ રોગ ના નિષ્ણાંત સ્પર્શ હોસ્પીટલ વાળા ડો. મનિષ ભાઈ સનારીયા ની પુત્રી ચાર્વી (ઉ.વ. ૩) તેમજ મોરબી ના ખ્યાતનામ ડર્મિટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ બેસ્ટ ક્લીનીક ઓફ ગુજરાત નો એવોર્ડ ધરાવનાર સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા ની પુત્રી રીવા (ઉ.વ. ૨.૫) ને આજ રોજ લજાઈ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા રસી ઉપલબ્ધ હોય બંને બાળકીઓ નુ રસીકરણ કરવા મા આવ્યુ હતુ.

આ અંગે એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સ મોરબી ના સેક્રેટરી ડો.મનિષ ભાઈ સનારીયા સાથે વાત કરતા તેઓ એ જણાવ્યુ હતુ કે આ રસી અંગે પ્રવર્તતી તમામ માન્યતાઓ અને અફવા ઓ તદ્ન પાયા વિહોણી છે. આ રસી ૯ મહીના થી માંડી ૧૫ વર્ષ સુધી ના બાળકો ને આપી શકાય. આ રસી દ્વારા બાળકો મા ઓરી તેમજ નુરબીબી નુ જોખમ ઘટાડી શકાય છે. બાળકો ને આવતા રીએક્શન અંગે તેઓએ જણાવ્યુ હતુ કે કોઈ પણ રસી નુ રીએક્શન બાળક ની તાસીર ને આધીન છે માટે આ રસી બાળકો માટે સલામત નથી તેવુ ન કહી શકાય. આ રસી મુકાવવા થી બાળકો ને ભવિષ્ય મા રોગ સામે રક્ષણ મળે છે માટે દરેક માતા પિતા એ પોતાના બાળકો ને આ રસી વિના સંકોચે મુકાવવા તેઓએ એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સ વતી અપીલ કરી છે. પોતાના બાળકો ને જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા રસી મુકાવી બીજા વાલીઓ મા જાગૃતિ આવશે તેમ તેમણે અંત મા ઉમેર્યુ છે.

 

 

Comments
Loading...
WhatsApp chat