Billboard ad 1150*250

મોરબીમાં તા. ૩૦ ના રોજ વિજય ટંકાર સંમેલનનું આયોજન

0 553

ગુજરાત વિધાનસભાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત જામનગર બાદ મોરબીમાં વિજય ટંકાર સંમેલનનું આયોજન તા. ૩૦ ના રોજ કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ યુવા ભાજપના ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહેશે. જેની માહિતી અંગે આજે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રવિભાઈ સનાવડાએ માહિતી આપતા જણાવ્યું છે કે તા. ૩૦ ના રોજ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલ મોરબી પધારશે. સાંજે ૪ કલાકે દરબાર ગઢથી રેલી શરુ થશે જેમાં ૧૦૦૦ થી વધુ બાઈક જોડાશે. ઋત્વિજ પટેલની આગેવાનીમાં નીકળેલી રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને કામધેનું પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે જ્યાં પ્રદેશ યુવા ભાજપના ઋત્વિજ પટેલ સહિતના અગ્રણીઓ સભાને સંબોધન કરશે. તે ઉપરાંત સભા સ્થળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. રાજ્યમાં જામનગર બાદ બીજું આયોજન મોરબી ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના યુવા મોરચાના કાર્યકરો, આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat