


વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા હુતાત્માદિન નિમિત્તે ભવ્ય ગુરુવારે હળવદના બસ સ્ટેશન રોડ પર સરકારી દવાખાના નજીક સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ રક્તદાન શિબિર માં જે રક્ત (લોહી ની બોટલ) એકત્ર થશે તે સિવિલ હોસ્પિટલ , અમદાવાદ (કેન્સર વિભાગ) માં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગ માં લેવાશે અને સિવિલ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત રાજ્ય અને આસપાસના રાજ્ય માંથી ખાસ કરીને સામાન્ય અને દરિદ્ર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને કેન્સર પીડિત દર્દીઓ ને અને અન્ય ગંભીર રોગ માટે જ્યારે લોહી ની જરૂર પડે ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ જો દર્દી દાખલ હોઈ તો વિનામૂલ્યે લોહીની બોટલ આપવામાં આવે છે અને હળવદ વિસ્તાર ના અનેક જરૂરિયાતમંદ દર્દીઓ ને સિવિલ હોસ્પિટલ બ્લડબેંક માંથી લોહી ની જરૂર હોય ત્યારે તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવ્યું છે.જ્યાં સુધી બ્લડ બેંક પાસે સ્ટોક હોઈ ત્યાં સુધી જરૂરિયાતમંદ દર્દીઓ ને ખૂબ જ મદદરૂપ થાય છે… અને એટલા માટે જ આપડે છેલ્લા ઘણા વર્ષો થી નિયમિત રીતે સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંગે વધુ જાણકારી માટે ૯૭૧૨૧૭૬૫૫૦,૯૨૭૭૯૦૩૭૨૧,૯૯૭૪૩૧૨૮૫૫,૯૭૨૭૩૬૬૧૦૦નંબર પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવ્યું છે