Billboard ad 1150*250 Billboard ad 1150*250

દેવ સોલ્ટ દ્વારા માતાના મઠ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

દરવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીને અનુલક્ષીને કચ્છ માં આશાપુરા દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે દેવ સોલ્ટ પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.પદયાત્રીઓને શરૂઆતથી જ કોઈપણ જાતની તકલીફ ન પડે અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેને અનુલક્ષીને દેવ સોલ્ટ તથા સહયોગીઓ દ્વારા તા.૧૦ થી સેવા કેમ્પ શરુ કરી દેવામાં આવ્યો છે.
આ આયોજનમાં દેવ સોલ્ટની સાથે દયારામભાઈ પટેલ,દિલીપસિંહ જાડેજા,અશ્વિનભાઈ માંકડિયા,ધમભા જાડેજા (ચાંદલી),દિનેશભાઈ પટેલ સહિતની ટીમ દ્વારા પદયાત્રીઓની તા-મન થી સેવા કરવામાં આવે છે.આ કેમ્પમાં ચા-પાણી,નાસ્તો,રહેવા-જમવાની સુવિધા,મેડીકલ,મસાજ સુવિધા,મોબાઈલ ચાર્જીંગ અને આપાતકાલીન આયોજન માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં દેવ સોલ્ટ કંપનીના ચેરમેન ડી.એસ.ઝાલા,મેનેજીંગ ડીરેકટર હિરેન્દ્રસિંહ ઝાલા,કંપનીના જનરલ મેનેજર એ.કે.કોટેચા અને કચ્છના વતની દયારામભાઈ પટેલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat