Billboard ad 1150*250 Billboard ad 1150*250

જયાપાર્વતીના જાગરણ નિમિતે કેસરબાગમાં ભવ્ય રાસોત્સવનું આયોજન

મોરબી નગરપાલિકા અને યંગ ઇન્ડિયા ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રીના ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે જયાપાર્વતીનું જાગરણ છે. ત્યારે શહેરીજનોને જાગરણમાં ગળાડૂબ થઈને મનોરંજન મળી રહે તે માટે મોરબી નગરપાલિકા અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાત્રે ૯ કલાકે સામાકાંઠે કેસરબાગમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં જાણીતા કલાકારો નેહા શુકલા, શાહરુખ શેખ અને યુનુસ શેખ જેવા કલાકારો સુર રેલાવશે.

આ રાસોત્સવમાં એન્ટ્રી વિનામૂલ્યે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને પ્રમુખ કેતન વિલપરા તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ રાસોત્સવમાં પધારવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ જાગરણની રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુવતીઓ પોતાનું જાગરણ શાંતિથી પૂર્ણ કરી શકે તે માટે મોરબી જીલ્લાના ૧૫૫ જેટલા પોલીસ જવાનો ખડેપગે રહેશે.

Comments
Loading...
WhatsApp chat