



ભારત જેવા દેશમાં જ્યાં એક તરફ લાખો લોકો ભૂખ્યા સુતા હોય છે તો બીજી તરફ અન્નનો બેફામ બગાડ કરવામાં આવે છે ત્યારે અન્નનો બગાડ અટકાવવા અને ભૂખ્યા સુધી પહોંચાડવા રોબીનહૂડ આર્મી નામની સંસ્થા સુંદર સેવાકાર્ય કરી રહી છે જે સંસ્થા દ્વારા તાજેતરમાં અનાથ આશ્રમની નિરાધાર બાળાઓ માટે કરાટે તાલીમ અને રાસ ગરબા મહોત્સવ યોજવામાં આવેલ
ભોજનનો બગાડ અટકાવવા અને વધેલું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવા રોબીનહૂડ આર્મી ગ્રુપ મોરબી સહીત વિશ્વના ૧૦૩ શહેરોમાં કાર્યરત છે જેમાં મોરબી ખાતે રોબીનહૂડ આર્મી ટીમ દ્વારા તાજેતરમાં નવરાત્રી પર્વ પૂર્ણ થયું હોય જેથી અનાથ બાળાઓ માટે રાસ મહોત્સવ યોજવામાં આવેલ જેમાં નિરાધાર બાળાઓ મન મુકીને ગરબે ઘૂમી હતી અને સાથે જ બાળાઓને ભોજન કરાવ્યું હતું તો અનાથ આશ્રમની બાળાઓને સ્વ રક્ષણની તાલીમ આપવાના હેતુથી કરાટે તાલીમ કેમ્પ યોજાયો હતો
જેમાં બાળાઓને કરાટેના વિવિધ દાવ શીખવવામાં આવ્યા હતા જેથી પોતાનો અને અન્ય સ્ત્રીઓના રક્ષણ માટે તૈયાર થઇ સકે તો અન્નનો બગાડ અટકાવવા માટે સંસ્થાએ અપીલ કરી છે તેમજ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં બચેલ ખોરાક સંસ્થાને સોપવા અપીલ કરી છે જેથી તે જરૂરિયાતમંદ સુધી પહોંચાડી સકાય



