

મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા બુધવારે તા. ૩૦ ના રોજ સ્વામી વાત્સલ્ય સંઘ જમણનું અનેરૂ આયોજન કરેલ છે દર વર્ષની જેમ યુવક મંડળ કઈક નવું જ અલગ પ્રકારનું આયોજન કરતુ હોવાથી જૈનોમાં સ્થા. જૈન યુવક મંડળ આયોજિત સંઘ જમણનું અનેરૂ આકર્ષણ રહે છે. સતત પાંચમાં વર્ષે પણ યુવક મંડળ દ્વારા આયોજન કર્યું છે જેમાં મુખ્ય દાતા તરીકે વિજયાબેન ચીમનલાલ મહેતા (કોયલીવાળા) નાયડા પરિવારે લાભ લીધો હોય દશાશ્રી માળી વાડીમાં સવારે ૧૧ : ૩૦ કલાકે સ્થા. જૈન ભાઈઓ અને બહેનોએ જમવા પધારવા પ્રમુખ સુનીલભાઈ ખોખાણી, રાજુભાઈ ગાંધી, મનોજ દેસાઈ, વિપુલભાઈ મહેતા સહિતના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.