


ટંકારા તાલુકાના નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌસેવા યુવક મંડળ દ્વારા તા. ૧૨ ને લાભ પાંચમની શુભ રાત્રીના ૯ કલાકે ગાયોના લાભાર્થે નસીતપર ગામ મુકામે ભવ્ય નાટકનું આયોજન કરેલ છે જેમાં મહાન એતિહાસિક નાટક સોરઠ નો સિંહ રા;નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી રજુ કરવામાં આવશે
આ મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે અને ગામની ગૌશાળામાં આશરે ૯૦ જેટલી ગાયોનો નિભાવ થઇ રહ્યો છે અને ગૌ શાળાના લાભાર્થે ઢોલ ત્રાંસા મંડળ પણ આપવામાં આવે છે અ ગૌશાળામાં ગૌ માતાની સમાધિ આપીને ગૌ મંદિર પણ બનાવવામાં આવ્યું છે તો સર્વે ધર્મપ્રેમી જનતાએ પધારવા મારૂતિ ગૌ સેવા યુવક મંડળ અને સમસ્ત નસીતપર ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે