



મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં ખેડૂતને નબળું બિયારણ વેચ્યાની ફરિયાદ બાદ આ મામલો ગ્રાહક તકરાર ફોરમમાં પહોંચ્યો હતો જ્યાં ગ્રાહકના હકમાં ચુકાદો આપીને ૪૫,૬૦૦ નું વળતર વાર્ષિક સાત ટકાના વ્યાસ સાથે ખેડૂતને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં વારંવાર નબળા બિયારણ અને ડુપ્લીકેટ જંતુનાશક દવાનો ધોમ વેપાર ચાલે છે ત્યારે શિવપુરના ખેડૂત અમરશીભાઈ જેઠલોજાએ મોરબીની જંતુનાશક દવાની પેઢી કિશાન સેવા કેન્દ્ર પાસેથી ચોળીનું બિયારણ લીધું અને બિયારણ નબળી ગુણવત્તાનું આવેલ જેનું વાવેતર કરતા તે નિષ્ફળ ગયું હતું
જેથી ખેડૂતે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરતા કિશાન સેવા કેન્દ્ર પાર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમે અમરશીભાઈ જેઠલોજાને સેવા કેન્દ્રએ રૂ ૪૫,૬૦૦ ની રકમ વાર્ષિક સાત ટકાના વ્યાજ અને ખર્ચ સાથે મળવાનો હુકમ કર્યો છે તેમજ ખેડૂત બિયારણ ખરીદતા પૂર્વે જોઈ તપાસીને ખરીદે સાથે જ બીલ લે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવ્યું છે



