મોરબી જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર મૂલ્યાંકન પરિપત્રનો વિરોધ

મોરબી જીલ્લાની શાળાઓમાં પ્રથમ સત્ર મુલ્યાંકન કાર્યક્રમ અંગેના સરકારના પરિપત્ર સંદર્ભે જીલ્લા પંચાયત પ્રમુખે સત્ર મુલ્યાંકન કાર્યક્રમ અંગે જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરીને કાર્યક્રમનો વિરોધ કર્યો છે અને જૂની પદ્ધતિ ચાલુ રાખવાની માંગ કરી છે

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણાવ્યું છે જે જીલ્લા શિક્ષણ સમિતિ મોરબી હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર મૂલ્યાંકન ૨૦૧૮ નો કાર્યક્રમ નક્કી કરી તેનું પાલન કરવા સુચના આપવામાં આવી છે જે પત્રની અમલવારી કરવામાં આવે તો મોરબી જીલ્લાની શિક્ષણ સમિતિ હેઠળની તમામ પ્રાથમિક શાળાઓના કર્મચારીઓને ખુબ જ અગવડતા પડે તેમ છે અને વિદ્યાર્થીઓનું હિત પણ સચવાય તેમ નથી જેને કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર અસર પડે તેમ છે જેથી આ પત્રની અમલવારી કરવાની થતી નથી

વધુમાં જણાવ્યું છે કે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબી જીલ્લા દ્વારા આ પરિપત્રનો વિરોધ રજુ કરવામાં આવ્યો છે જેથી પરિપત્રનો વિરોધ હજુ કરવામાં આવેલ છે જેથી આ પરિપત્રની અમલવારી તાત્કાલિક અટકાવવા અને જૂની પદ્ધતિ ચાલુ રાખવા યોગ્ય કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat