Billboard ad 1150*250

ટંકારા તાલુકાના ગામોમાં સતત ત્રીજા દિવસે નર્મદા યાત્રાનો વિરોધ

0 630

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં માં નર્મદા યાત્રા ફરી રહી છે ત્યારે ટંકારા તાલુકાના ગામોમાં સતત વિરોધ જવા મળે છે એવામાં આજ રોજ ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય બાવનજી મેતલિયા સહિતના ભાજપના આગેવાનો જ્યારે કલ્યાણપર ગામમાં પહોંચ્યાં ત્યારે પાસના સમર્થકોએ રથને ગામમાં આવતો અટકાવીને આકરા સવાલો કર્યા કે હાર્દિક પટેલની ધરપકડ કેમ કરી,પુર હોનારત વખતે ક્યાં ગયા હતા,તૂટેલા રસ્તા રીપેર થતા નથી અને ગામમાં નર્મદાની કેનલો આવી નથી તો પછી આ નર્મદારથને આવકાવરવાનો મતલબ શુ?અને વધુમાં ઉગ્ર વિરોધ કરતા કહ્યું હતું કે ગ્રામજનો અને પાસના કન્વીનર સહિતના આગેવાનોએ પ્રજાના પૈસે તાયફા બંધ કરવા માંગણી કરી સરદારના નામ સાથે જોડાયેલ નર્મદા યોજનાના પ્રચારમાં સરદારનો ફોટો જ ન હોવાનો આરોપ લગાવ્યો હતો.આ તકે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક પણ થઇ હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat