

મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ તેમજ ખેડૂતોને પાકવીમો સહિતની માંગ સાથે ખેડૂતો આજે નવા બસ સ્ટેન્ડ ખાતે અનોખો વિરોધ નોંધાવશે
ગુજરાત કિશાન સંગઠન દ્વારા મોરબી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ પાકવીમો અને પશુપાલકોને ઘાસચારાની માંગ સાથે લડત ચલાવવામાં આવી રહી છે ખેડૂત આર્થિક તંગીના કારણે આપઘાત કરવા મજબુર બન્યો છે અને બીજી તરફ ધારાસભ્યોના પગાર વધારા થયા છે ત્યારે ખેડૂતોની જનજાગૃતિ અર્થ આજે સંસ્થાના અગ્રણીઓ ખેડૂતોને સાથે રાખીને તા. ૦૫ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે નવા બસ સ્ટેન્ડ નજીક અનોખો વિરોધ કરવામાં આવશે



