Billboard ad 1150*250

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થતા મોરબીમાં આવેદન પાઠવી વિરોધ

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીલ્લા કલેકટર મારફત રાજ્યના સચિવને પાઠવ્યું આવેદન

Post ad 2
Post ad 3

        ચાલુ માસમાં લેવાનાર બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે ત્યારે પરીક્ષા રદ કરવાના નિર્ણયના વિરોધમાં આજે જીલ્લા કલેકટર મારફત રાજ્યના સચિવને આવેદન પાઠવ્યું છે.

        સ્પર્ધાત્મક પરીક્ષાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા આજે જીલ્લા કલેકટર મારફત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના સચિવને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વર્ષે ૨૦૧૯-૨૦ માટે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ અને લાખો ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તૈયારીઓ કરી હતી અને તા. ૨૦-૧૦-૧૯ ના ર ઓજ યોજાનાર પરીક્ષા હાલ પુરતી રદ કર્યાની જાહેરાત કરી હતી

આ ભરતી પ્રક્રિયાને ધ્યાને લઈને ઉમેદવારોએ મહેનત કરી હતી તેમજ નાણાકીય બોજ પણ ઉઠાવેલ છે ભરતી પ્રક્રિયા રદ થવાથી તમામ ઉમેદવારોમાં હતાશાની લાગણી જોવા મળે છે તે ઉપરાંત ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના ધોરણોમાં પણ ફેરફાર થયો છે જેથી યોગ્ય સમયમાં ઉમેદવારો તરફી નિર્ણય નહિ કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતભરમાં આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat