



સુપ્રીમ કોર્ટ દ્વારા ધારાશાસ્ત્રીઓના હડતાલ બાબતે આપેલા ચુકાદાના સંદર્ભમાં તમામ ધારાશાસ્ત્રીઓના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે મોરબી બાર એસો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજા, મનીષ જોષી સહિતના હોદેદારોની આગેવાનીમાં વકીલોએ કોર્ટથી જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ધારાશાસ્ત્રીઓની હડતાલ અંગે આપેલા ચુકાદાના વિરોધમાં આજે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું અદાલત દ્વારા ખરેખર થતા અન્યાયો અને ખોટા કાર્યો સામે હડતાલ પર ઉતારવાના એડવોકેટના લોકશાહી અધિકારોનું ગળું ટુંપવાના પ્રયાસો સામે લડત ચલાવી રહ્યા છે
આજે બાર એસો દ્વારા અપાયેલ આવેદનમાં માંગણીઓ રજુ કરી જણાવ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતે બાર એસો, બાર કાઉન્સિલોને કોઇપણ પ્રસંગોએ કોર્ટમાં હડતાલ, બહિષ્કાર કે કામકાજથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે આં ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર સીધો જ પ્રહાર કરે છે જેમાં તાકીદે ફેર વિચારણા કરવામાં આવે
કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ વીમા યોજના, મેડીકલેઈમ, પેન્શન અને સ્ટાઇપેન્ડ જેવી યોજનાનો લાભ અઆપવા જોગવાઈ કરવી, ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગ (યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટને રદ કરવો) ના મુસદા વિધેયક ૨૦૦૮ દ્વારા સરકાર વકીલોના મંડળોની સત્તાઓ છીનવી લેવા પ્રયાસો કરે છે તે અંગે વિચારણા કરવી, એડવોકેટ એક્ટની ક્લબ ૩૪ ર રદ કરવાની માંગ કરી છે
ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પાછું ખેંચવા માંગણી કરી છે તેમજ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ભરતી વખતે તેમજ નીચલા સ્તરે ન્યાયતંત્રમાં તેઓની નિમણુક બાર કાઉન્સિલ નેતાઓ સાથે સલાહ પરામર્શ કરીને ભરવામાં આવશે ન્યાયિક ઉતર દાયિત્વ વિધેયક પણ લાવવામાં આવે સાથે જ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોને તેઓ નિવૃત થયા બાદ કોઈ પ્રકારની સરકારી કામગીરી સોપવામાં ના આવે અને અંતમાં એડવોકેટના ભાત્રુભાવના લાભાર્થે કેન્દ્ર સ્તરે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાં આવે અને તેમાં એડવોકેટના કલ્યાણલક્ષી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે



