Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી NMC બિલનો વિરોધ

કેન્દ્ર સરકાર નેશનલ મેડીકલ કાઉન્સિલ બીલ લાવવા હિલચાલ કરી રહી હોય જેના વિરોધમાં આજે ઇન્ડિયન મેડીકલ એસો દ્વારા આજે એક દિવસ હોસ્પિટલોમાં ઓપીડી બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો

એનએમસી બીલના વિરોધમાં મોરબી આઈએમએના તમામ ડોકટરો શનિવારે સવારથી સાંજ સુધી ઓપીડી સેવા બંધ રાખી હતી જોકે દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખી હતી એનએમસી બીલના વિરોધમાં આઈએમએ પ્રેસિડેન્ટ ડો. સુનીલ અખાણી, અને સેક્રેટરી ડો. દેલવાડીયાએ જણાવ્યું હતું કે એનએમસી બીલથી ડોકટરોની સ્વાયતતા છીનવાઈ જશે તેમજ મેડીકલ એજ્યુકેશન અને આરોગ્યની સારવાર મોંઘી થશે જેના વિરોધમાં ડોકટરો હડતાલ પર ઉતર્યા છે અને નેશનલ મેડીકલ કાઉન્સિલ બિલનો ડોકટરોનો વિરોધ ચાલુ રહેશે

Comments
Loading...
WhatsApp chat