Billboard ad 1150*250 Billboard ad 1150*250

એનએમસી બીલના વિરોધમાં શનિવારે હોસ્પિટલ બંધ રાખી ડોકટરોનો વિરોધ

મોરબીમાં ઇન્ડિયન મેડીકલ એસો. દ્વારા તા.૨૮ ના રોજ મોરબીના તમામ ડોકટરો એનએમસી બિલના વિરોધમાં તા.૨૮ ને શનિવારના સાંજે પાંચ વાગ્યા સુધી નિદાન અને સારવારથી અળગા રહી સરકાર સામે વિરોધ દર્શાવશે.

ઇન્ડિયન મેડીકલ એસો. છેલ્લા ઘણા સમય થી એનએમસી બિલનો વિરોધ દેશભરમાં કરી રહ્યા છે અને તબીબી સારવારથી અળગા, ધરણા અને રેલી યોજી વિરોધ દર્શાવી ચુક્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા ઇન્ડિયન મેડીકલ એસો. ના તમામ તબીબોમાં રોષ ફેલાયો છે.એનએમસી બીલના વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસો.ના તમામ તબીબો તા.૨૮ ને શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી સારવાર અને ઓપીડી થી અળગા રહેશે.

તેમજ ઈમરજન્સીના સમયમાં દર્દી ઓને સારવાર મળે રહે તે માટે ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે તેમ ઇન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો. સુનીલ અખાણી અને ડો. દેલવાડીયાની યાદીમાં જણાવાયું હતું.

Comments
Loading...
WhatsApp chat