Billboard ad 1150*250 Billboard ad 1150*250

હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં રામધૂન બોલાવી વિરોધ, સાત ડિટેઇન,video

આજે અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત બાદ પાસ આગેવાનોએ વિવિધ શહેરમાં પ્રદર્શન કર્યા હતા અને ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મોરબી પોલીસે સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વિરોધ કરી રહેલા પાસના આગેવાનોને ડિટેઇન કરી પોલીસ મથક લઇ જવાયા હતા

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સહિતના સાથીદારોની અટકાયતના ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં મોરબીમાં તકેદારીના ભાગરૂપે શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ડીવાયએસપી બન્નો જોશી સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ટિમો તેમજ સ્થાનિક પોલીસની ટિમ તૈનાત કરવામાં આવી હતી

બપોરના સમયે પાસના આગેવાનો મનોજ કાલરીયા, નિલેશ એરવાડિયા, અલ્પેશ કોઠીયા સહિતના પાસ આગેવાનોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો અને એ ડિવિઝન પોલીસે સાત લોકોને ડિટેઇન કર્યા હતા અને પોલીસ મથક લઇ જવાયા હતા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે પાસ આગેવાનોએ વિરોધ કર્યો હતો અને પોલીસની ટિમ સાત લોકોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી

Comments
Loading...
WhatsApp chat