


ભારતીય સૈન્યમાં સૈનિકકક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે આગામી તા. ૨૬/૦૪/૨૦૧૮ થી તા.૦૫/૦૫/૨૦૧૮ દરમિયાન રાજકોટ મુકામે ભરતી રેલીનું આયોજન થયેલ છે, જેમાં જોડાવા માંગતા ઉમેદવારોના શારીરિક કૌશલ્યમાં વધારો થાય અને ગ્રાઉંડ ટેસ્ટ પાસ કરી શકે તે હેતુ માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ૧૫ દિવસના, બિન નિવાસી- ની:શુલ્ક તાલીમ વર્ગનું આયોજન આગામી તા. ૦૧/૦૪/૨૦૧૮ થી કરવામાં આવનાર છે.
તાલીમ વર્ગમાં જોડાવા માટે શારીરિક ક્ષમતા કસોટી તા. ૦૮/૦૪/૨૦૧૮ ના રોજ સવારના ૮.૦૦ કલાકે યુ.એન.મહેતા કોલેજ મોરબીના ગ્રાઉન્ડ ખાતે યોજાશે, અને આ તાલીમ વર્ગમાં જોડાવા માટે યોગ્ય શારીરિક ક્ષમતા , ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા, અપરિણિત પુરુષ ઉમેદવારો ( અપંગો સ િવાય) એ સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી -મોરબીએ અનુરોધ કરેલ છે.

