બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટની બદલીનો વિરોધ

આસપાસના ગ્રામજનોએ તંત્રને કરી રજૂઆત

મોરબી નજીકના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટની બદલી કરવામાં આવી છે જે બદલીનો ગ્રામજનો વિરોધ કરી રહયા છે અને હુકમ રદ કરવા માટે તંત્રને આવેદન પાઠવ્યું છે

બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નીલેશભાઈ સરસાવાડિયાની બદલી માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી છે ત્યારે બગથળા ગ્રામ પંચાયત ઉપરાંત આસપાસ આવેલા બીલીયા અને કાંતિપુર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા બદલીનો વિરોધ કરવામાં આવ્યો છે

જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના કાયા કલ્પ એવોર્ડ સહીત અનેક એવોર્ડ મળ્યા છે અને આરોગ્ય કેન્દ્રની પ્રસંશનીય કામગીરી છે જેમાં નીલેશભાઈ સરસાવાડિયાનું મોટું યોગદાન છે અને તેમની મહેનતને લીધે જ બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અનેક એવોર્ડ મળ્યા હોય જેથી તેમની કામગીરીને ધ્યાને લઈને તેમજ ગ્રામજનોની લાગણીને ધ્યાને રાખીને બદલી રદ કરવામાં આવે તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat