મોરબી નગરપાલિકામાં દુષિત પાણી ધોળી મહિલાઓનો વિરોધ, હંગામો કર્યો

પીવાના પાણી સાથે ગંદુ પાણી ભળતું હોવાની રાવ પાલિકા પ્રમુખ-ચોફ ઓફિસરની ગેરહાજરીને પગલે હંગામો

મોરબીના વિસીપરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળતા હોય જેથી નારાજ લત્તાવાસીઓનું ટોળું આજે પાલિકા કચેરીએ પહોંચ્યું હતું જ્યાં હંગામો મચાવ્યો હતો અને ગંદુ પાણી પાલિકા કચેરીમાં ધોળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

મોરબીના વિસીપરા વિસ્તારમાં દુષિત પાણી વિતરણ કરવામાં આવતું હોય અને પીવાના પાણી સાથે ગટર નું પાણી ભળતું હોય જેથી લત્તાવાસી મહિલાનું ટોળું પાલિકા કચેરીએ ગંદુ પાણી લઈને પહોંચી હતી જોકે રાબેતા મુજબ પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર ઉપસ્થિત ના હોય જેથી ટોળું વિફર્યું હતું અને સાથે લાવેલા ગંદા પાણી પાલિકા કચેરીમાં જ ધોળીને વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા કચેરીએ હંગામો મચાવતા થોડીવાર માટે અફરાતફરી મચી હતી અને અંતે પાલિકા દ્વારા ખાતરી મળી હતી

પાઈપલાઈન રીપેરીંગ કામ પાણી પુરવઠા કચેરી હસ્તકનું હોય જેને જાણ કરી તાકીદે રીપેરીંગની ખાતરી મળતા હાલ મામલો થાળે પડ્યો છે જોકે પાલિકા ખાતરી પાળશે કે આ ખાતરીનું ગાજર ચવાઈ જશે તે જોવાનું રહ્યું અને પાલિકામાં ટોળાના દ્રશ્યો ફરીથી સામાન્ય બની રહ્યા છે અને મહિલાઓ પ્રાથમિક પ્રશ્ને હલ્લાબોલ કરી રહી છે

Comments
Loading...
WhatsApp chat