વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઇ

મોરબી જિલ્લામાં આગામી તા. ૦૯-૧૨-૨૦૧૭ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭નું ૬૫-મોરબી,૬૬-ટંકારા, ૬૭- વાંકાનેર બેઠકોનું મતદાન થનાર છે. આ ચૂંટણી દરમિયાન રાજકિય પક્ષોને ચૂંટણીસભા, રેલી, સરધસ,વાહન વપરાશ વગેરે બાબતોને લગતી મંજુરી તેમજ ચૂંટણીખર્ચને લગતી બાબતોની મંજુરી એક જ સ્થળેથી આપવામાં આવશે. આ મંજુરીકામમાં થતા વિલંબ નિવારી શકાય તેમજ ચૂંટણીપંચની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ત્રણેય વિધાનસભાની બેઠકોના ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં પોલીસ અને માર્ગમકાન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ સિંગલ વિન્ડો સિસ્ટમશરૂ થતા રાજકિય પક્ષોને ચૂંટણીસભા, રેલી, સરધસવગેરેની મંજુરી એક જ જગ્યાએથી મળી રહેશે.

આ અંતર્ગત કોઇ૫ણ રાજકિય ૫ક્ષના ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિએ જાહેરસભા અથવા રેલી કરવા માટે જરૂરી વિગતો આપવાની રહેશે. જેમાં જમીનની માલીકી, માલીક/કબ્જેદારની લેખિત સંમતિ તથા રેલીમાં થનાર ખર્ચ સહિતની વિગતો અરજીમાં રજુ કરવાની રહેશે.

આ ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર વાહનોની મંજુરી માટેનું અરજી ફોર્મ ૫ણ જે-તે ચૂંટણી અધિકારીઓની કચેરીમાંથી મેળવવાનું રહેશે. વાહન મંજુરીનું ફોર્મ જરૂરી વિગતો તેમજ આધાર-પૂરાવાઓ આપ્યા બાદ વાહન વપરાશની મંજુરી અહિંથી જ આપવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat