છાત્રાલય રોડ પર ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણા, અકસ્માતને ખુલ્લું આમંત્રણ

જાગૃત નાગરિકે કરી પાલિકાને રજૂઆત

મોરબી નગરપાલિકા તેના અણધડ વહીવટ માટે જાણીતી છે અને નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહેલી પાલિકા કચેરી કેટલીક બાબતોમાં ઘોર બેદરકારી દાખવતી હોય છે આવી જ એક બેદરકારી છે ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણા જે અકસ્માતોને નોતરૂં આપે છે ત્યારે આવા ખુલ્લા ગટરના ઢાંકણા મામલે પાલિકાને રજૂઆત કરવામાં આવી છે

મોરબીની ઓમ શાંતિ પાર્ક સોસાયટીના રહેવાસી નીલેશકુમાર સરસાવાડિયાએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઓમ શાંતિ પાર્ક, આશા પાર્ક અને રાધા પાર્કમાં ઘણા સમયથી રોડનું કામ શરુ કરેલ છે છાત્રાલય રોડ પરની આ સોસાયટી અને અન્ય પાંચથી વધુ સોસાયટી જ્યાં રસ્તા પર દસ દિવસથી ખાડો કરેલ છે અને ગટર તૂટી ગઈ છે સાથે જ ગટરના ખુલ્લા ઢાંકણું પણ અકસ્માતને ખુલ્લું નોતરૂં આપી રહ્યા છે

તો અકસ્માત ઉપરાંત ખુલ્લી ગટરથી મચ્છરના ઉપદ્રવ સાથે ડેન્ગ્યું, મેલેરિયા અને સ્વાઇન ફ્લુ જેવા રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે જેથી તાકીદે ગટરનું કામ પૂરું કરી રોડ પર લોકોને તકલીફ ના પડે તેવા પગલા ભરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat