Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઘર પાસે હોર્ન વગાડવાની ના પાડતા યુવાનને ત્રણ શખ્સોએ લમધારી નાખ્યો

વાંકાનેર તાલુકાના દલડી ગામે ઘર પાસે હોર્ન વગાડવા બાબતે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ત્રણ શખ્શોએ યુવાનને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા દલડી ગામે રહેતા જેનુલ આબીદિન ખોરજી (ઉ.૩૭) ના ઘર પાસે ઈલમુદીન મહમદભાઈ ખોરજીયા અવારનવાર પોતાના મોટર સાઇકલ લઈને હોર્ન વગાડતો હોય જેથી જેનુલે હોર્ન વગાડવાની ના પાડતા આરોપી ઈલમુદીન ખોરજીયા એ ઉશ્કેરાય લઈને પોતાના હાથમાં રહેલ લાકડી થી માર મારી આરોપી મહમદ હબીબભાઈ ખોરજીયા અને ઇમ્તિયાજ શેરસીયાએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat