



મોરબી પંથકમાં હાલ સ્વાઈન ફ્લુ અને ડેન્ગ્યુંનો રોગ કહેર વરસાવી રહ્યો છે અનેક સ્વાઈન ફ્લુના કેસ સાથે ડેન્ગ્યુંએ પણ અજગર ભરડો લીધો છે જેમાં મોરબીના ઉમા ટાઉનશીપમાં જ ખાલી ૬૦ થી વધુ કેસો ચાલુ માસે નોંધાયા છે તો સરકારી ચોપડે ખાલી ૧૩ કેસ જ બોલે છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં ચાલુ માસે ડેન્ગ્યુંના રોગે કહેર વરસાવતા ચાલુ માસે જ ૬૦ થી વધુ કેસો નોંધાયા છે અને છેલ્લા વીસેક દિવસમાં ૬૦ થી વધુ દર્દીઓને ડેન્ગ્યુંને પગલે સારવાર લેવાની ફરજ પડી હોય તેવી માહિતી ઉમા ટાઉનશીપમાં વસવાટ કરતા દલસુખભાઈ પાસેથી પ્રાપ્ત થઇ છે તો બીજી તરફ સરકારી ચોપડે કેટલા કેસો નોંધાયા છે તેની પડતાલ કરતા જાન્યુઆરીથી અત્યાર સુધી એટલે કે ૧૦ માસમાં માત્ર ૧૩ જ કેસ નોંધાયા છે
ડેન્ગ્યુંના કેસ અંગે આરોગ્ય વિભાગના ડો. વારેવરીયાએ જણાવ્યું હતું કે કુલ ૧૩ પોઝીટીવ કેસો અત્યાર સુધી નોંધાયા છે જેમાં સાત થી આઠ કેસ ઉમા ટાઉનશીપના છે તે વાત સાચી છે જોકે બાકીના શંકાસ્પદ કેસો હોઈ સકે અને પોઝીટીવ કેસની સંખ્યા કુલ મળીને ૧૩ થતી હોવાનું જણાવ્યું હતું



