ગતિશીલ ગુજરાત : માળીયા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની 120 જગ્યા ખાલી

ધારાસભ્યએ કરી શિક્ષણમંત્રીને રજુઆત

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જુદી જુદી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની 120 જેટલી ઘટ છે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય રહ્યું છે અને આ મામલે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ શિક્ષણમંત્રીને રજુઆત કરીને તાકીદે ખાલી જગ્યા ભરવા માટેની માંગ કરી છે

મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામની કુમાર શાળામાં 225 વિદ્યાર્થીઓ સામે પાંચ શિક્ષકો છે અને કન્યા શાળામાં 185 દીકરીઓ અભ્યાસ કરે છે જ્યાં પાંચ શિક્ષકોથી ગાડું ગાબડાવાય છે બાળકોનો અભ્યાસ ના બગડે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને માળીયા તાલુકામાં 120 જેટલી જગ્યાઓની ઘટ છે જે વિના વિલંબે ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જો શિક્ષકોની તાત્કાલિક ભરતી શક્ય ના હોય તો અગાઉ પ્રવાસી શિક્ષકની જે સુવિધા ઉભી કરવામાં આવેલી તે મુજબ વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat