મોરબી જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હિલના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

 

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD અને ફોર વ્હિલ માટે GJ36AC માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે.

તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા. ૨૨/ ૦૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat