Billboard ad 1150*250

હળવદના મિયાણી ગામની સીમમાંથી બંદુક સાથે એક ઝડપાયો

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી એસઓજી ટીમેં હળવદના મિયાણી ગામની સીમમાંથી ગેરકાયદેસર બંદુક સાથે એક શખ્શને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળની એસઓજી ટીમ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતસિંહ ડાભી અને ધર્મેન્દ્રભાઈ વાઘડીયાને મળેલી બાતમીને આધારે હળવદ તાલુકાના મીયાણી ગામની સીમમાં કાંકરિયા સીમ પેટા કેનાલ રોડ પરથી આરોપી ગુમલા સડીયાભાઈ દહિયા આદિવાસી (ઉ.વ.૩૪) રહે પુસરી ગામ તા. દાહોદ હાલ રહે મિયાણી ગામ વાળાને ઝડપી લઈને ગેરકાયદેસર દેશી મઝલ લોડ સિંગલ બેરલ બંદુક જપ્ત કરી આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા અને વિજયભાઈ ખીમાણીયા સહિતની ટીમેં કામગીરી કરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat