


મોરબીમાં નાની બજાર પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને એ ડિવીઝન પોલીસે અટકાયત કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નાની બજાર પાસે મોરબી સિટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા રૂપિયા ૪૫૦ ની કિંમતની વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

