મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પિસ્તોલ સાથે એક ઝડપાયો

 

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક સખ્શને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો અન્ય બે સખ્સોના નામ ખુલતા વધુ તપાસ એલસીબી ટીમે ચલાવી છે

 

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન બી ડાભી અને પીએસઆઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના રજનીભાઈ કૈલા અને સંજયભાઈ પટેલને બાતમી મળી હતી કે પીપળીયા ચાર રસ્તા નજીક હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી ઇમરાન ઉર્ફે અબ્દુલ ભુરાભાઈ રાઉંમાંને હાથ બનાવટની પિસ્તોલ કીમત રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંગ તોમરનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat